યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદ હોવાથી સુરક્ષાના કારણોસર જગત મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશની બાવનગજની પ્રથમ ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચઢાવવામાં આવી હતી. ૧૫૦ ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ ૨૫ ફૂટ લાંબો ધ્વજદંડ આવેલો છે આ ધ્વજદંડ ઉપર ધ્વજારોહણ કરવામાં આવે છે. ભારે પવન અને વરસાદના કારણે ધ્વજાજી ચડાવતા અબોટી બ્રાહ્મણો મંદિરના શિખર ઉપર ચડી શકયા ન હતા. જ્યારે દ્વારકામાં ભારે પવન તેમજ વરસાદી માહોલ હોય ત્યારે દ્વારકાધીશજીની ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવવામાં આવતી હોય છે.