પોલીસ કેસના સાક્ષી વેપારીને માર મારી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર દોલતપરા ખાતેના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા અલ્તાફ હાસમ કચરાનાં છોકરાએ જય ગુલાણીને માર માર્યો હતો. આ કેસમાં શાકભાજીના વેપારી નિતેશભાઈ જગદીશભાઈ અછડા સાક્ષી હોય જેનું મનદુઃખ રાખી અલ્તાફ હાસમે નિતેશને ગાળો કાઢી થપ્પડ લગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.