જૂનાગઢમાં મારામારીના કેસનું મનદુઃખ રાખી ૪ શખ્સે મહિલાને માર માર્યો

0

જૂનાગઢમાં મારામારીના કેસનું મનદુઃખ રાખી સોસાયટીના પ્રમુખ સહિત ૪ શખ્સે મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં શિવાની નગર મેઇન રોડ ઉપર આવેલ રાધે એપાર્ટમેન્ટના બ્લોક નંબર-૧૦૩માં રહેતા સુમિતાબેન કેશુભાઈ રાખોલીયા(ઉ.વ.૪૩) નામના મહિલા અને રાધે એપાર્ટમેન્ટમાં જ રહેતા સોસાયટીના પ્રમુખ મગનભાઈ ભીમાણી વગેરેને મારામારીના કેસનું મનદુઃખ ચાલતું હતું. આ દરમ્યાન સુમિતાબેનને કચરો સાફ કરતી વખતે મગનભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જેનાથી ઉશ્કેરાઈ જઈને પાડોશી વિજયભાઈ કોળી, પારૂલબેન ભીમાણી અને ભારતીબેને મહિલાને માર માર્યો હતો તેમજ વિજય કોળી અને ભારતીબેને સુમિતાબેનને વાળ પકડી રોડ ઉપર લઈ જઈ જાપટ મારી હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!