ખડીયાના યુવક ઉપર પૈસા મુદ્દે પાઇપ-કુહાડીથી હુમલો

0

પૈસાની લેતી દેતીના મુદ્દે ખડિયાના યુવક ઉપર ૩ શખ્સે પાઇપ, કુહાડીથી હુમલો કરી ફ્રેકચર કર્યાની રાવ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે રહેતો હરસુખ ભીખાભાઈ ગરેણીયા(ઉ.વ.૨૭) પાસે પાદરીયા ગામનો ખીમા જીકા વાંદા અગાઉ રૂપિયા ૪૫,૦૦૦ માંગતો હોય જેનું મનદુઃખ રાખી હરસુખ તેના ગામની હોટલ ઉપર ચા પીતો હતો ત્યારે તેના ઉપર ખીમા જીકા તથા તેનો ભાઈ પુના જિકા ઓલા ડુંગરપુર ગામનો રઘો સામંત નામનાં શખ્સે લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી અને કુહાડી વડે હુમલો કરીને હરસુખને જમણા પગમાં ગંભીર ઈજા પહોંચાડી ડાબા પગમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ ત્રણેય શખ્સો નાસી ગયા હતા. હુમલામાં ઈજા પામેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તાલુકા પોલીસે ફરિયાદ લઈને ત્રિપુટી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!