મેંદરડા નજીકનાં ભાલછેલ ગામના આધેડને લાકડી વડે માર માર્યો

0

મેંદરડા તાલુકાના ભાલછેલમાં નિશાળ પાસે રહેતા મેરૂભાઈ મીઠુભાઈ લાડક(ઉ.વ.૪૫) તેના જ ગામના હનીફ હાજી મોરી અને સમીર જુમ્મા મોરીને ત્યાં મજૂરી કામે ન જતા બંનેએ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માર મારતાં આજુ બાજુનાં માણસો ભેગા થઈ જતાં બંને જણા નાસી ગયા હોવાની ફરિયાદ આધેડે કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આમ નજીવી બાબતે હુમલો થતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. જયારે કેશોદમાં ગાયના ગોંદરા પાસે રહેતો દિવ્યેશ સાજણભાઈ પરમાર(ઉ.વ.૨૦)ને કેશોદની ગાંધીનગર સોસાયટીમાં રહેતો મિત્ર રાજ શાર્દૂલની બહેન સાથે પહેલા પ્રેમ સંબંધ હતો. જેથી તેણે બેનના ફોટા મોબાઇલમાં હોવાની શંકા રાખી યુવાનને મોબાઈલ ચેક કરવા માટે એલ. કે. હાઈસ્કૂલ પાસે બોલાવી રાજ તેમજ ભરત આહિર અને મુકેશ આહીરે લાકડાના ધોકાથી માર મારી ધમકી હોવાની ફરિયાદ યુવકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!