વડાલ ગામમાં રહેવું હોય તો તમારે હપ્તા આપવા પડશે : કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત

0

વડાલ ગામે રહેતા નાના અને ગરીબ પરિવારોને કરાતી હેરાનગતિને દૂર કરવા સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદન નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરીને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, એક વકીલ દ્વારા તાલુકા વહિવટી તંત્ર અને જિલ્લા વહિવટી તંત્રમાં ખોટી અરજીઓ કરી વહિવટી તંત્રને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે. અમે જે મકાનોમાં રહીએ છીએ તે મકાનો ખાલી કરાવી અને ઘર વિહોણા કરવા માંગે છે. ખાસ તો એટલા માટે આવું કરાય છે કે તે લોકોને હપ્તા જોઇએ છે. જો ગામમાં રહેવું હોય તો અમોને માસિક હપ્તા આપવા પડશે નહિતર ઘર વિહોણા કરી દઇશું તેવી ધમકી એક વકીલ દ્વારા અપાય છે તેમજ સ્થાનિક પંચાયત દ્વારા પણ કનડગત કરવામાં આવે છે. ત્યારે આ રીતે ખોટી કનડગત દૂર કરવા અને આવી કનડગત કરનાર સામે કાર્યવાહી કરવા તેમજ ગ્રામ પંચાયત દ્વારા મકાન ખાલી કરાવવામાં ન આવે તેવો મનાઇ હુકમ જારી કરવા માંગ છે. આ અંગે એડવોકેટ કૌશલ પદમાણીએ જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદને ૧૦૦ ચોરસવારના પ્લોટ અપાયા હતા જે તેમણે ગેરકાયદેસર રીતે બીજા લોકોને વેચી દીધા હતા આ મામલે વડાલ ગ્રામ પંચાયત દ્વારા અખબારમાં જાહેરાત આપી ૧૦ દિવસમાં પ્લોટનો કબ્જો સાબીત કરવા સમય આપ્યો હતો પણ આધાર પુરાવા રજૂ ન કરતા ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

error: Content is protected !!