બગસરા ઘેડમાં વરસાદ બંધ થાય પછી દિવાલ ચણવાનું કહેતા મહિલા ઉપર ચાર શખ્સોનો હુમલો

0

માંગરોળ તાલુકાના બગસરા ઘેડમાં વરસાદ બંધ થાય પછી દિવાલ ચણવાનું કહેતા ચાર શેઢા પાડોશીએ મહિલા ઉપર હુમલો કરતા સારવારમાં ખસેડાઇ હતી. માંગરોળ તાલુકાના બગસરા ઘેડનાં વાડી વિસ્તારમાં રહેતા રાણીબેન સરમણભાઈ ટીંબા(ઉ.વ.૪ર) સોમવારે બપોરે તેમના પતિ સાથે ખેતરના શેઢે હતા તે દરમ્યાન શેઢા પાડોશી રાણાભાઇ નાગાજણભાઈ ટીંબાએ લાકડાના ધોકા સાથે અને તેના પુત્ર ભરતએ લોખંડના પાઇપ સાથે આવી આ દિવાલ કેમ પડેલ છે અને તમે કેમ દીવાલ ચણવા દેતા નથી તેમ કહેતા મહિલાએ વરસાદ બંધો થાય પછી વરાપે દિવાલ ચણવાનું કહેતા જેનાથી ઉશ્કેરાઈ જઈ પિતા, પુત્રએ સરમણભાઈને મારવા જતા રાણીબેન પતિને બચાવવા આડા પડતા બંને તેના ઉપર ધોકા અને પાઇપથી હુમલો કરી ગીતાબેન ભરત અને જીવીબેન રાણાએ પણ માર મારતા મહિલાને ગંભીર પ્રકારની ઈજા થવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે શીલ પોલીસે ચાર શેઢા પાડોશી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!