બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા સિનિયર સિટીઝન માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

0

શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય શાળા રાજકોટ ખાતે તારીખ તા.૩૦-૬-૨૦૨૪ના રોજ જયેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે સિનિયર સિટીઝન માટે સંગીત સંધ્યા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, વિનુભાઈ પારેખ, કિરીટભાઈ રાજપરા વગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા. બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય તથા સુરેશભાઈ મારૂ દ્વારા મનસુખભાઈ વાજાનું સન્માન કરવામાં આવેલ હતું.

error: Content is protected !!