જૂનાગઢમાં અષાઢી બીજ જગન્નાથજી રથયાત્રાની તડામાર તૈયારી

0

મંદિરને રોશનીનો શણગાર, રથયાત્રામાં ફલોટ અને રાસ મંડળીઓ જાેડાશે, ત્રિદિવસીય કાર્યક્રમને અંતિમ ઓપની કામગીરી

જૂનાગઢમાંં અષાઢીબીજ નિમિત્તે ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ જગન્નાથજી મંદિર ખાતે તા.૫ થી ૭ જુલાઈ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસના મહોત્સવ નિમિત્તે મંદિર ખાતે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. મહોત્સવની તૈયારીને અંતિમ ઓપ આપવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યોની બેઠક યોજાઇ હતી. આ મિટિંગમાં અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ યોજાનાર ભજન સંધ્યા, રવિવારે સવારે ભગવાનનું શાહી સ્નાન, મહા આરતી, ભગવાનના શણગાર, રથયાત્રા પ્રસ્થાન, રથયાત્રામાં વિવિધ સંસ્થાઓના ફલોટ, રાસ મંડળીઓ પણ જાેડાશે રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે મહાનુભવોના હસ્તે પહીંદ વિધિ તેમજ રૂટ ઉપર ભાવિકોને પ્રસાદ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી મંદિર ખાતે થનારા કાર્યક્રમો અંગે તૈયારીઓને અંતિમ ઓપ આપવા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બેઠકમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના ઉપપ્રમુખ બિપિન ભાઈ ભટ્ટી, શૈલેષભાઈ પારેખ મંત્રી નવનીત ભાઈ શાહ, જયેશભાઈ કુબાવતે, ખજાનચી રાજેન્દ્ર ચુડાસમા, વિરેનભાઈ શાહ, વિજયભાઇ ચુડાસમા સહીતનાં ઉપસ્થિત રહ્યાં હતા.

error: Content is protected !!