મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ સામે ૧૬માંથી ૧પ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા રાજકારણ ગરમાયું છે. મેંદરડા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે અને પ્રમુખ તરીકે દયાબેન દિપકભાઈ મકવાણા કાર્યરત છે. જાેકે ૧૩ ભાજપ અને ૨ કોંગ્રેસ સહિત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ટીડીઓ સમક્ષ રજૂ કરી હતી. હવે બેઠકમાં ર્નિણય લેવાઈ શકે છે મંજુર થશે કે પછી ફરી ખેંચી લેવામાં આવે છે. લોકસભાની ચૂંટણી બાદ માળીયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની થોડા દિવસ પહેલા જ દરખાસ્ત મુકવામાં આવી હતી. દરખાસ્ત મુકયાને બીજે દિવસે તે દરખાસ્ત પરત ખેંચી લઈ પ્રમુખને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે મેંદરડા તાલુકા પંચાયતમાં મુળ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને ભાજપમાં ભળી ગયેલા પ્રમુખ દયાબેન દિપકભાઈ મકવાણા સામે તેમની સિવાયના ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિતના તમામ સદસ્યોએ મળી તેમની કામગીરીથી અસંતોષ હોવાથી અવિશ્વાસનીદરખાસ્ત ટીડીઓ સમક્ષ રજુ કરી છે. હવે તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા આ અંગે મિટીંગ બોલાવવામાં આવશે કે કેમ ? તે એક સવાલ છે. ભાજપ શાસીત તાલુકા પંચાયતના પ્રમુખ સામે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ એક જુથ થઈ અવિશ્વાસની દરખાસ્ત મુકતા મેંદરડાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.