માળીયાના આંબલગઢ ગામે વૃધ્ધાને પુત્રએ કુહાડી મારી

0

માળીયાહાટીના તાલુકાના આંબલગઢ ગામે રહેતા જયાબેન વીરાભાઇ મકવાણા(ઉ.વ.૬૫) અને પતિએ તેમની ખેતીની જમીનના ભાગ પાડી બંને દીકરાને આપી દીધી હતી અને જીવન નિર્વાહ માટે બંને પુત્ર પાસે નાણા લેવાનું નક્કી કર્યું હતું. આ બાબતનું મનદુઃખ રાખી પાડોશમાં રહેતો નાનો પુત્ર જયસુખ અને તેની પત્ની ભાવનાએ ઘરની બહાર નીકળી જતા જયાબેન સાથે કરી હતી અને પુત્રવધુ ભાવનાએ તેના પતિ જયસુખને ‘તારી માને કુહાડીથી માર’ તેમ કહેતા જયસુખે તેની માતાને કુહાડીનો એક ઘા મારી ડાબા હાથમાં ઈજા કરતા વૃદ્ધાને ખંભાળિયા અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે વૃધ્ધાની ફરિયાદ લઈ પુત્ર અને પુત્રવધુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બનાવની વધુ તપાસ માળિયાના હેડ કોન્સ્ટેબલ પી.એસ. કરમટા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!