જૂનાગઢના ઝાંઝરડા ચોકડીએ સાપ નિકળતા લોકોમાં દોડધામ

0

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં અનેક જીવજંતુઓ તણાઇને આવી જતા હોય છે. થોડા સમય પહેલા જ દામોદર કુંડમાં બે મગર આવી ચઢી હતી. દરમ્યાન મંગળવારે ઝાંઝરડા ચોકડી પાસે એક મહાકાય સાપે દેખા દેતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બાદમાં કોઇકે વન વિભાગને જાણ કરી હતી પરંતુ વન વિભાગમાંથી સર્પને પકડવા કોઇ આવ્યું ન હતું. ત્યારે ત્યાંથી પસાર થતા એક યુવકે સાપને પકડી પાડ્યો હતો જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

error: Content is protected !!