યાત્રાધામ દ્વારકામાં પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત અખંડ હરિનામ સંકીર્તન મંદિરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો

0

દ્વારકાના દેવીભુવન રોડ ઉપર આવેલા પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી અખંડ હરિનામ સંકીર્તન મંદિર ખાતે રાત્રે ૧૦ઃથી ૧૨ દરમ્યાન રથયાત્રા મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવેલ. રથયાત્રા મહોત્સવ દરમ્યાન શ્રી રામ જય રામ જય જય રામના વિજયમંત્રને સ્થાપિત કરેલ નામ મહારાજ કાશ્મીરી બાબાની પ્રતિમા તથા રામધૂનમાં સ્થાપિત પ્રણવ ઓમકારના સ્વરૂપને રથમાં બિરાજમાન કરી અલગ-અલગ પ્રકારના ચાર ભોગ,ચાર ઉત્સવ આરતી સાથે રથને નિજમંદિર પરિસરની ચાર પ્રદક્ષિણા મંદિરના પૂજારી ભાનુભાઇ મીન તથા રામભકતો દ્વારા કરાવવામાં આવેલ. સમગ્ર રથયાત્રા મહોત્સવ દરમ્યાન બહોળી સંખ્યામાં રામનામપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!