નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેરમાં યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

0

૧૧ જુલાઈએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન : રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ નરેશભાઈ પટેલના ૫૯મા જન્મદિવસે રાજકોટ શહેરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્‌જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે૧૧ જુલાઈ ને ગુરૂવારે સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા ૨૪ વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસેમેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જાેડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. આ વર્ષે પણ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્‌જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે૧૧ જુલાઈના રોજ રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જાેડાવા અપીલ કરવામાં આવે છે.

error: Content is protected !!