તોરણીયા નકલંક ધામમાં આઢી બીજ નિમીતે ભવ્ય સંતવાણી

0

ધોરાજી નજીક આવેલ તોરણીયા નકલંકધામ ખાતે અષાઢી બીજ ઉત્સવ નિમીતે પુ. રાજેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં રામદેવપીર મંદિરે ધ્વજારોહણ, મહાપ્રસાદ તેમજ ભવ્ય સંતવાણી યોજાઈ હતી અને લાખની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો અને રાત્રે યોજાયેલ સંતવાણીમાં રામદાસજી ગોંડલીયા, બિરજુ બારોટ, પરસોતમપરી બાપુ, ઓસમાણ મીર, શૈલેષ મહારાજ સહિતના કલાકારોએ જમાવટ કરી હતી. આ પ્રસંગે ધુનડાથી પુ. જેન્તીરામબાપા, મેંદરડાથી પુ. સુખરામદાસ બાપુ, જૂનાગઢથી પુ. મહેશગીરી બાપુ, પુ. જગજીવનદાસ બાપુ, સતાધારથી પુ. વિજયબાપુ સહિતના સંતો ઉપસ્થિત રહી આશિવર્ચન પાઠવેલ હતા.

error: Content is protected !!