વડવિયલા ગામની સીમમાં સૂતેલ વૃધ્ધને દીપડાએ ફાડી ખાધો : મોત થયું

0

ઊનાના ગીર ગઢડા તાલુકાના વડવિયલા ગામની સીમમાં સોપતિયાલા મહાદેવ મંદિરની પાસે વાડી વિસ્તારમાં મૂળ દેલવાડા ગામના હાલ વડવિયાલામાં ખેત મજૂરી કરતા ડાયાભાઈ ચીનાભાઈ સોલંકી(ઉ.વ.૬૦) જાતે દેવી પૂજક રાત્રે સૂતા હતા ત્યારે એક માનવ ભક્ષી દીપડો શિકારની લાલચમાં આવી સૂતેલા ડાયાભાઈ ઉપર હુમલો કરી શરીરના ભાગને ફાડી મોત નિપજાવી નાસી ગયો હતો. સવારે જાણ થતાં ગીર ગઢડા ૧૦૮એમબ્યુલન્સને જાણ થતા ઈએમટી જગદીશભાઈ મકવાણા અને પાઇલોટ ભરતભાઈ બારડ ઘટના સ્થળે પહોંચી મૃત દેહને ગીર ગઢડા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગીર પૂર્વ વન વિભાગની જશાધાર ગીરમાં આવેલ કચેરીને જાણ થતા આર.એફ.ઓ. એલ.બી. ભરવાડ, નવાબંદર ફોરેસ્ટર એસ.ડી. બારોટ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી અને માનવ ભક્ષિ દીપડાને પકડવા પાંજરૂ ગોઠવી પકડવા તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!