આપણા શહેરને હરિયાળું અને આબોહવા સામેની લડાઈમાં મદદ માટેનું એક ઉમદા કાર્ય આ પહેલ કંપનીની નવી ઝ્રજીઇ શાખા જેડઅર્થ દ્વારા કરાય છે. આ વનની અંદર વિવિધ સ્થાનિક પ્રજાતિઓ તેમજ આકારોના બે હજાર છોડનો સમાવેશ કરવામાં આવશે. ૨૦૦ વધુ મોટા વૃક્ષો હશે. જે છાયડો આપવા માટે ઉગાડવામાં આવશે. ૫૦૦ વધારે મધ્યમ કદના વૃક્ષો અને ૧૦૦૦ વધુ નાના છોડ ઝાડીઓનું આ વન બનશે. જે ત્રણ સ્તરનું હશે. અમારૂ લક્ષ્ય ઉપલબ્ધ જમીનના ૮૦% ભાગમાં ઘટાટોપ વન, જેમાં બાળકો માટેનો વિસ્તાર, લિલી તળાવ, શહેરી ખેતી, દરિયાઈ જગ્યાઓ, મધમાખી અને પતંગીયા વગેરેથી ઘેરાયેલું હશે. દરેક વૃક્ષને એક બાળક દ્વારા દત્તક લેવામાં આવશે. જેમાં તેના હાથની છાપ, નામ અને દત્તક લીધાની તારીખ કોતરવામાં આવશે. જેડબ્લ્યુના એક્ઝીક્યુટીવ ડાયરેકટર શાંભવ ચૌહાણે જણાવ્યું હતું કે “અમારો ધ્યેય સમૃદ્ધ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. તેમજ પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપવાનું છે.” ગયા વર્ષે જેડઅર્થ દ્વારા ગાંધીનગર પાસે ત્રણ તળાવોને પુનર્જીવીત કરવાની પહેલ કરી હતી અને ભૂર્ગભ જળ રીચાર્જ કરવા અને નિરાકરણ માટે ખભાળ કૂવો બનાવ્યો હતો. જેડઅર્થ પર્યાવરણીય મુદ્દાઓ તરફ કામ કરવામાં માટે સમર્પિત છે.