વિસાવદરતા.વિસાવદર કોર્ટમાં તા.૧૨-૭-૨૪ના રોજ એડિશનલ સેસન્સ જજ જે.એલ.શ્રીમાળી તથા વિસાવદર સિવિલ કોર્ટના પ્રિન્સીપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા વૃક્ષારોપણ તથા રોપાવિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બારએસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ધાધલ તથા સિનિયર એડવોકેટ ડી.એમ. શાહ, રાજુભાઇ દવે, સીરાજભાઈ માડકીયા, એ.બી. દુધરેજીયા, યુ.બી. દાહીમા, હરેશભાઈ સાવલીયા, નયનભાઇ જાેશી અને વિસાવદર કોર્ટના રજીસ્ટાર એસ.જે લકકડ, પી.પી.પાણેરી તથા તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઇ ભટ્ટી તથા તમામ કોર્ટ સ્ટાફ દ્વારા પણ હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા આર.એફ.ઓ. બી.જી.વિકમાં તથા વિસાવદર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ પણ હાજર રહી સહકાર આપેલ હતો. આ તકે વિસાવદર મુખ્ય ન્યાયાધીશ શ્રી ત્રિવેદી દ્વારા વૃક્ષારોપણ શા માટે જરૂરી છે અને વૃક્ષનું આપણા જીવનમાં શું મહત્વ હોય છે તેના વિશે વિસ્તુત માહિતી આપી જણાવેલ કે, આજના દિવસે માત્ર વૃક્ષારોપણ કરવાથી આપણી જવાબદારી પુરી થઈ જતી નથી જેમ આપણે આપણા બાળકની કાળજી લઈએ તે રીતે આપણે આ વૃક્ષો ની કાળજી લઈ માવજત કરવી જાેઈએ અને દેશના લોકોએ પણ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો જાેઈએ અને વૃક્ષ આપણા જીવનમાં એક છત્રછાયા સમાન હોવાની માહિતી આપેલ હતી અને આ સમગ્ર કાર્યક્રમ ભારે ઉત્સાહ સાથે યોજવામાં આવેલ હતો.