જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કપુર પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તા.૧૨-૭-૨૦૨૪ને શુક્રવાર, અષાઢ સુદ છઠ્ઠના રોજ સ્વ.ખુશાલભાઈ પરશુરામ કપુર(ઉ.વ.૬૩)(રહે.સિરાજ રોડ,તાલુકા શાળા પાછળ)નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ મનોહરભાઈ પરશુરામ કપુર (રજવાડી એમ્પોરીયમ) ઉદયકુમાર પરશુરામ કપુર (પરશુરામ ટ્રેડર્સ) ના મોટા ભાઈ થાયછે તેમજ હિતેશ કપૂર અને જેઠાનંદ કપુરના પિતાશ્રી થાય છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.ખુશાલભાઈના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આથી માંગરોળ વિશ્વ હિન્દુપરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી દ્વારા શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયાને જાણ કરતા, શીલ ઁ.ૐ.ઝ્ર.સેન્ટરના ગોવિંદભાઈ વાળાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ, જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં. આ ચક્ષુદાનનો સ્વિકાર પરેશભાઈ ઘેરવડા દ્વારા કરવામાં આવ્યો હતો. આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી અને પંકજભાઈ રાજપરા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. કપુર પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી ર્નિણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્‌ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.ખુશાલભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. કપુર પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્‌ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ગૃપ, વંદેમાતરમ્‌ ગૃપ-માંગરોળ, સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, શ્રી ડુગરગુરૂ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, ગીરનારી બ્લડ ગૃપ-જૂનાગઢ, ભારત વિકાસ પરિષદ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો, માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્‌સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે. મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયાથી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલાની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જાેઈએ. મતલબ આ આંખના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જાેવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે. આવી વ્યક્તિની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્રષ્ટિ ફરીથી અપાવી શકીએ છીએ.

error: Content is protected !!