યાત્રાધામ બેટ-દ્વારકાનાં રહેણાંક વિસ્તારનાં એક ભંગારનાં વંડામાં એક ૬ ફુટ લાંબો કોબ્રા નાગ ૨/૩ દિવસથી માછલી પકડવાની ઝીણી ઝાળમાં ફસાઈ ગયેલા હતો. ઓખાની આ જોડીને કોલ આવતાં બન્ને બેટ-દ્વારકા જઈને નાગની સ્થિતિ જોતાં તે લગભગ બેભાન અવસ્થામાં લાગ્યો! પાણીનો છંટકાવ કરીને આ નાગને બહાર કાઢીને ચિવટ પૂર્વક માછલીની જાળમાંથી મુક્ત કરાવ્યો.
૨/૩ દિવસ ખોરાક પાણી ન મળતાં નાગની સ્થિતિ નાજુક હતી અને ઝાળમાં ફસાઈ જતાં લોહી પણ નીકળતું હતું.
રાજભા કેર અને ચિરાગ પરમારે મહામહેનતે આ નાગનો જીવ બચાવીને જંગલ માં મુક્ત કરેલ. ઓખામંડળમાં કોઈ પણ સ્થળે ઝેરી જનાવર સાપ નીકળે તો તેને મારવો નહીં પણ આ બન્ને નંબર ઉપર સંપર્ક કરવો ઉપરાંત ગાય કે ગૌવંશ ને કોઈ પણ બિમારી હોય કે અકસ્માત થયો હોય વળી, ગાય મૃત્યુ પામી હોય અને તેનાં શરીરને જંગલમાં માટી આપવી.