યાત્રાધામ દ્વારકા ખાતે અખંડ હરિનામ સંકીર્તન મંદિરમાં ગુરૂપૂણિર્મા મહોત્સવ ઉજવાશે

0

અભિષેક પૂજન, ગુરૂપૂજન, ગુરૂપ્રસાદી, નગર્રકિતન સહિતના કાર્યક્રમો યોજાશે

દ્વારકા ખાતે પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત અખંડ હરિનામ સંકીર્તન મંદિર (રામધૂન) માં અષાઢ સુદ ૧૫ (પૂનમ)ના તા.૨૧-૦૭-૨૦૨૪ ના રોજ ગુરૂપૂણિર્મા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. નામનિષ્ઠ સંત પૂ.પ્રેમભિક્ષુજી મહારાજને તેમના ગુરૂ શ્રી કાશ્મીરીબાબા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવાના કારણે દર વર્ષે દ્વારકાના સંકીર્તન મંદિરમાં ગુરૂપૂણિર્મા ઉત્સવ ભકિતમય વાતાવરણમાં ગુરૂના વિશેષ પૂજન સાથે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આગામી ગુરૂપૂણિર્માના પાવન અવસરે સવારે ૧૦થી૧૨ અભિષેક પૂજા આરતી તથા ૧૨ઃ૩૦ ગુરૂપૂજનનો કાર્યક્રમ અને બાદમાં ગુરૂપ્રસાદી (ભોજન) ગુગળી બ્રાહ્મણ બ્રહ્મપુરી નં-૧ ખાતે રાખેલ છે. આ ઉપરાંત સાંજના ૬ઃ૩૦ કલાકે નગર્રકિતન રામધૂન મંદિરથી પ્રસ્થાન થશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરથી ફરીને પરત રામધૂન મંદિરે સમાપન થશે. આ સમગ્ર ધામિર્ક કાર્યક્રમોનો નામપ્રેમી જનતાને લાભ લેવા શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત સંકીર્તન મંદિરના સર્વ ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!