ઊના તાલુકા ગૌસેવા સમિતિ અને ગૌ રક્ષા કરતી સંસ્થાઓ દીવ દેલવડા મહાજન પાંજરાપોળના પ્રમુખ રવિન્દ્રભાઈ દોશી, દેલવાડાના ગોપાલ ગૌસેવા ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ જાેશી, રાધે કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ, તુલશીશ્યામ ગૌશાળા, સીમર જગજીવન બાપુ સેવા આશ્રમ ગૌ શાળા, નાથલની તકદીર ગૌ શાળા ટ્રસ્ટના આગેવાની હેઠળ ઊનાના મામલતદાર ધીરજલાલ ભીમાણી અને ઊનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડને ગુજરાત સરકારના મુખ્યમંત્રીને લખેલ આવેદનપત્ર આપી જણાવેલ કે હાલ ગુજરાત સરકાર દ્વારા ગૌ માતા પોષણ યોજના હેઠળ એક ગાય દીઠ માત્ર રૂપિયા ૩૦ સહાય આપવામાં આવે છે જે ખુબ અપૂરતી છે. હાલની મોઘવારીમાં ૩૦ રૂપિયામાં ઘાસનો એક પૂળો આવે છે. મોઘવારીના સમયમાં એક પશુ ધન નિભાવવા રૂપિયા ૨૦૦થી વધુ ખર્ચ થાય છે. તો વધારીને સરકાર તુરંત રૂપિયા ૧૦૦ પશુ સહાય વધારે તેવી માંગણી કરી હતી.