ઊના શહેરમાં ધોબી વાડામાં આવેલ ગણેશ મંદિર પાસે રહેતા અભિષેક હરેશભાઈ મોડાશિયા રે. ઊનાનો તેમના ઘરની બારી પાસે વિવો કંપનીનો રૂપિયા ૩૯૯૯૦ની કિંમતનો મોબાઈલ ફોન રાખેલ હતો તે કોઈ અજાણ્યા ઈસમ તા.૧૧ના ચોરી કરીને લઇ ગયાની ઇએફઆરઆઇ નોંધાવી હતી. જેની ઊના પોલીસ ઇન્સ્પેકટર રાણાએ ફરિયાદમાં રૂપાંતરિત કરી પી.એસ.આઇ. જેબલિયા અને એ.એસ. આઇ. જગદીશભાઈ વાઘેલા અને પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયાએ ચોક્કસ બાતમીના આધારે સગડ મેળવી ઊનાના આરબવાડામાં રહેતો મહમદનવાઝ મુસ્તાકબાપુ બહારૂની સૈયદ(ઊં.વ.૨૭)ને અટક કરી આગવી પૂછપરછ કરતા તેમણે ચોરેલ મોબાઈલ ફોન રૂપિયા ૩૯૯૯૦નો કાઢી આપતા પોલીસે કબ્જે કરી આરોપીની ધરપકડ કરી મોબાઈલ ચોરીનો ગુનાનો ભેદ કલાકોમાં ઉકેલી સફળતા મેળવી હતી.