ઉના શહેરમાં વરૂણદેવને મનાવવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મંદિરોમાં ધજા ચઢાવી

0

ઉના શહેર સમસ્ત વેપારી એશોશિએશન એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરમાં પોસ્ટ ઓફીસ ચોક ખાતે એકત્ર થઈ રામજી મંદીર, સિધ્ધેશ્વર મહાદેવ, સ્વામી નારાયણ મંદીર, ગુરૂનાનક મંદિર, શનેશ્વર મંદિર, હરદેવ લાલા મંદિર, મોટા હનુમાન મંદિર સહિતના વિવિધ મંદિરોમાં ધજા ચઢાવી હતી તથા હજરતશાહ પીરની દરગાહ ઉપર ચાદર ચઢાવી વરૂણદેવને રીઝવવા – મનાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેમ્બર ઓફ કોમર્સના વિવિધ વેપારીઓ બેન્જાે પાર્ટી સાથે શ્રીરામ જય રામ જય જય રામના નાદ સાથે વાજતે ગાજતે શહેરમાં નિકળી મંદિરોમાં ધજા ચઢાવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉના શહેરના તમામ એશોશિએશનના હોદેદારો તથા તમામ વેપારી ભાઈઓ બપોર બાદ પોતાના કામ ધંધા, વેપાર, ચા, પાન લારી, ગલ્લા સંપૂર્ણ બંધ રાખી બહોળી સંખ્યામાં લોકો જાેડાયા હતાં અને મોટા હનુમાન મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક કાર્યક્રમ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન રાખવામાં આવેલ હતો. જેમાં ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી, મહામંત્રી મિતેષભાઈ શાહ, પૂર્વે ચેમ્બર પ્રમુખ ચંદુભાઈ કોટેચા, જીતુભાઈ સેઠ, જીતુભાઈ શાહ, ડો. માનસેતા, જીતુભાઈ શેઠ, રમેશભાઈ સગાલીયા, કાંતિભાઈ હીરપરા, જીતુભાઈ પંડત, જયેશભાઇ ગોંધિયા સહિત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખો તમામ હોદેદારો બહોળી સંખ્યામાં લોકો જાેડાયા હતાં અને ધારાસભ્ય દ્વારા મોટાં હનુમાન મંદિરે નાસ્તો, પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ નાસ્તો, પ્રસાદીનો લાભ લીધો હતો.

error: Content is protected !!