કોડીનારનાં ઘાંટવડમાં જંગલી જાનવરનાં ત્રાસથી ખેડૂતો પાયમાલ બની રહ્યા છે. એકલ અને ભુંડનાં ત્રાસથી ૫૦ વીઘાથી વધારે જમીનમાં વાવેતર કરી શકાતું નથી પાકોમાં નુકસાન કરતા એકલ, રોઝ તથા ભૂંડથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ઘાંટવડ ગામમાં જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોઝ તથા એકલનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ચોમાસું સીઝન તેમજ રવિ સીઝનમાં ખેડૂતોએ તનતોડ મહેનત કરી વાવેલા મહામૂલી પાકને રોઝ, એકલ અને ભૂંડ સફાચટ કરી નાખતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ આફતથી પાકને બચાવવા ખેડૂતો રાત્રીના ઉજાગરા કરવા મજબુર બન્યાં છે. જંગલી જાનવરો પાકનો બગાડ કરી રહ્યા છે. કોડીનાર તાલુકાના તાલુકાના ઘાંટવડ ગામની જામવાળા રોડ ઉપર ગાયત્રી મંદિર સીમમાં રોઝ નીલગાય ભૂંડ અને એકલ જેવા જંગલી જાનવરોનો ભયંકર ત્રાસ હોવાથી ખેડૂતો ને આજુ બાજુ વિસ્તાર માં ૫૦ વીઘાથી વધારે જમીનમાં શેરડી નું વાવેતર કરવાનું ટાળી રહ્યાં છે. ધરતી પુત્રો જંગલી રોઝ અને ભૂંડથી પોતાના પાકને બચાવા ખેતર વચ્ચે ચાલુ વરસાદે રાત્રી રોકાણ કરી પાકનુ રક્ષણ કરી રહ્યાં છે. ઉભા પાકમાં જંગલી જાનવરો પાકનો બગાડ કરતાં હોવાથી ધરતી પુત્રોને ખેતરોમા ૨૪ કલાક રોકાવાની ફરજ પડી રહી છે. સરકાર સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી ઘાંટવડ ગામ નાં ખેડૂત મામંદભાઈ આદમભાઈ સેલોતે એ જણાવ્યું હતુ કે ખેડૂતો પાક વાવે તો ભૂંડ અને એકલ પાકને ખોદી નાખે છે અને જો પાક થોડો મોટો થાય તો રોઝ પાકને ખાઈ જાય છે. ત્યારે આ જંગલી જાનવરોના કારણે અમે ૫૦ વીઘાથી વધારે જમીનમાં વાવેતર કરતા નથી સરકાર ૫ વીઘાની અંદર તારની સહાય આપે તેવી લાગણી સાથે અમે માંગ કરી રહ્યા છીએ. તેમજ આ રોઝ ઘણીવાર ખેતરોમાંથી હાઈવે પર દોડતા હોય ત્યારે અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે તેમજ અમારા ખેતરની આજુ બાજુ ૨૦ વીઘા ની શેરડી ને ઢાળી દેતા અનમે મોટા પ્રમાણ માં નુકસાન થયું છે અમારી સરકાર ને વિનંતી છે કે આ જંગલી જાનવરને અહીંયાથી જંગલ બાજુ ખસેડવા વિનંતી કરી હતી નહિતર ખેડૂતોને મરવાનો વારો આવશે. આજે પાકને નુકસાન કરવામાં આવે છે તો કાલે કોઈ ખેડૂતનો જીવ પણ લઈ શકે છે. થોડાં સમય પહેલાં ઘાંટવડમાં એક ખેડુત ઉપર ભૂડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તો પણ તંત્રનાં પેટમાં પાણી હલતું નથી. આ નુકશાની અમે જે વેઠી રહ્યા છે તે સરકાર નજર અંદાજ ના કરે અને વહેલી તકે આંનો ઉપાય લાવે તેવું જણાવાયું હતું.