શુક્રવારથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ

0


તારીખ ૧૯ જુલાઈ અષાઢ શુદ તેરસને શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે. આ વ્રત પાંચ દિવસ રહેવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો પાંચ દિવસ મોળું જમીને વ્રત રહેશે. આખો દિવસ મોળું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે. શુક્રવારે સવારના બહેનો શંકર પાર્વતીનું પૂજન કરશે સાથે વાવેલા જવારાનંુ પણ પૂજન કરશે. આવી રીતના પાંચ દિવસ સુધી બહેનો વ્રત રહેશે અને પૂજન કરશે અને આમ પાંચ વર્ષ સુધી વ્રત રહેવાનું હોય છે. પાંચ વર્ષ પૂરા થાય એટલે વ્રતનો ઉજવણું કરવાનું હોય છે. હાલના જમાના પ્રમાણે લગ્ન થાય ત્યાં સુધી પણ આ વ્રત રહી શકાય છે. બહેનો લગ્ન થાય ત્યાં સુધી આ વ્રત રહે છે અને સાસરે જઈ અને આ વ્રતનું ઉજવણું કરે છે. વ્રતના ઉજવણામાં પાંચ સૌભાગ્ય વતી બહેનોને ભોજન કરાવું અને સૌભાગ્યની વસ્તુ ભેટમાં આપવી. જયાં પાર્વતી વ્રતનંુ જાગરણ અષાઢ વદ બીજને મંગળવારની રાત્રે છે. આ દિવસે બહેનો આખી રાત જાગરણ કરશે. જ્યારે નાની બાળાઓના મોળાકત વ્રતનું જાગરણ રવિવારે ગુરૂપૂર્ણિમાના દિવસે છે.

error: Content is protected !!