રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને નિયામક, જમીન દફતર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પ્રભારી સચિવએ જમીન માપણી, પાણી પુરવઠા, સિંચાઈ, આરોગ્ય સહિત અન્ય વિભાગોના કાર્યોની વિગતવાર માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા કરી હતી. આ તકે ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તકેદારી લેવા તેમજ ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં સાવચેતી માટે કોઝ-વે તથા ડેમ સાઈટ ઉપર ચેતવણી દર્શક ચિન્હો લગાવવા સહિતના જરૂરી પગલાંઓ લેવા જણાવ્યું હતું. ઉપરાંત હાલમાં રાજ્યમાં ફેલાયેલ ચાંદીપુરા વાઇરસ તથા રોગચાળાને ધ્યાને લઇ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા તેમજ જરૂરી તકેદારીઓ રાખવા આરોગ્ય વિભાગને સૂચનો કર્યા હતા તેમજ જન-પ્રતિનિધિશ્રીઓના કામોને અગ્રતા આપી સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા. સમીક્ષા બેઠકમાં કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.