દેવભૂમિમાં ભારે વરસાદના કારણે થયેલી નુકસાની સંદર્ભે સર્વે તેમજ સહાય માટે માંગ : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહ દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાસ કરીને દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકામાં વરસી ગયેલા અતિભારે વરસાદથી જુદા જુદા વિસ્તારોમાં ખેતરોનું વ્યાપક ધોવાણ તથા ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાની થવા પામી છે. આટલું જ નહીં, માલધારીઓના પશુધનને પણ નુકસાની થવા ઉપરાંત લોકોના ઘરોમાં, દુકાનોમાં તેમજ ધંધાકીય સ્થાનોમાં વરસાદી પાણીએ વ્યાપક તારાજી સર્જી છે. આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જને રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત પત્ર પાઠવી અને આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીગ્રસ્ત લોકોને તાત્કાલિક યોગ્ય સહાય ચૂકવવામાં આવે તે માટેની માંગ કરી છે.

error: Content is protected !!