ખંભાળિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાલુકાના પીર લાખાસર ગામે રહેતા આમીન સુલેમાન અભુવારા નામના ૩૫ વર્ષના શખ્સને પાસ પરવાના વગરની રૂા.૧,૦૦૦ ની કિંમતની ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા, હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.