ખંભાળિયાના જલારામ મંદિર અન્ન ક્ષેત્ર માટે રોટલી મશીન માટે સામાણી પરિવારનો આર્થિક સહયોગ

0

ખંભાળિયાના સુપ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર ખાતે કોટડીયા નિવાસી શારદાબેન તુલસીદાસ સામાણીએ મુલાકાત લઈ, મંદિર દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં રોટલી બનાવવાના મશીન માટે સ્વ. તુલસીદાસ તથા સ્વ. માતૃશ્રી સંતોકબેન તુલસીદાસ સામાણીના સ્મરણાર્થે, રૂા.ત્રણ લાખથી વધુનું આર્થિક અનુદાન આપવામાં આવ્યું છે. આ સેવાકાર્યમાં અહીંના જાણીતા એડવોકેટ જયેશભાઈ નથવાણીએ દાતા શારદાબેન સામાણી સાથે રહી, જરૂરી સાથ સહયોગ આપ્યો હતો. શહેરમાં સૌપ્રથમ રોટલી બનાવવાનું મશીન પૂ. જલારામ બાપા મંદિર અન્ન ક્ષેત્ર ખાતે પ્રસ્થાપિત થતાં સર્વે જલારામ ભક્તોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યને સફળ બનાવવા જલારામ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ ભાવેશભાઈ વિઠલાણી, ટ્રેઝરર હિતેનભાઈ વિઠલાણી તેમજ કારોબારી સદસ્ય અને લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પ્રફુલભાઈ દાસાણીની જહેમત બદલ સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ આવકારી સર્વેએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અન્ન ક્ષેત્રમાં દિન પ્રતિદિન વધતી જતી લાભાર્થીઓની સંખ્યાને કારણે આ રોટલી બનાવવાનું મશીન આશીર્વાદ રૂપ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોટડીયા નિવાસી શારદાબેન તુલસીદાસ સામાણી પરિવાર તરફથી જલારામ બાપાના મંદિર અન્નક્ષેત્રમાં નિયમિત રીતે આર્થિક અનુદાન મળતું રહે છે.

error: Content is protected !!