હાપા-મુંબઈ(દુરોન્તો) એકસપ્રેસ ટ્રેન દ્વારકા સુધી લંબાવવા દ્વારકા શહેર ભાજપ પ્રમુખ તથા રેલવે સલાહકાર સમિતિના સદસ્ય વિજય બુજડ દ્વારા ઉચ્ચ સ્તરીય રજુઆત

0

રેલવેતંત્ર દ્વારા યાત્રિકોની સુખાકારી માટે યાત્રાધામ દ્વારકાને અન્ય યાત્રાધામ સાથે જાેડતી ટ્રેનોની સુવિધા બહોળા પ્રમાણમાં ફાળવવામાં આવેલ છે. જેના કારણે દ્વારકા તીર્થક્ષેત્રમાં બહોળી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર રહે છે. સતત ટ્રાફીકને કારણે ટ્રેનોનું બુકીંગ કાયમી ધોરણે હાઉસફુલ રહે છે. ત્યારે હાપાથી ઉપડતી હાપ-મુંબઈ ટ્રેનને દ્વારકા અથવા ઓખા સુધી લંબાવવા શહેર ભાજપ પ્રમુખ તથા દ્વારકા રેલવે સલાહકાર સમિતિના સદસ્ય વિજય બુજડે રાષ્ટ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, સાંસદ પૂનમબેન માડમ તથા પશ્ચિમ રેલવે ડીવીઝનલ મેનેજર રાજકોટને લેખિત રજુઆત કરેલ છે. રજુઆતમાં જણાવેલ છે કે હાપા-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલતી (દુરોન્તો) એકસપ્રેસ ટ્રેન નં.૧૨૨૬૮ જે હાપાથી રાત્રિના ૮-૦૫ કલાકે ઉપડે છે જે બીજા દિવસે મુંબઈ સવારે ૮-૦૦ કલાકે પહોંચે છે અને મુંબઈથી રાત્રિના ૧૧-૦૦ ક્લાકે ઉપડી હાપા સવારે ૧૦-૪૦ કલાકે પહોંચે છે. બાદમાં આશરે ૯-૨૦ કલાક સુધી આ ટ્રેન હાપા સ્ટેશને ફાજલ પડી રહે છે. જાે આ ટ્રેનને દ્વારકા અથવા ઓખા સુધી લંબાવવામાં આવે તો રેલવેતંત્રને આર્થિક ફાયદો પણ થાય અને સાથે સાથે દ્વારકાથી મુંબઈ જતા યાત્રિકો તથા સ્થાનીકોને પણ મુંબઈ સુધી જવાની વધુ એક ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થાય તેમ છે. તેથી ટ્રેન લંબાવવા સત્વરે ર્નિણય લેવા રજુઆતમાં જણાવેલ છે.

error: Content is protected !!