કેશોદ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર નીલેષ ઈગરોડીયાની સુચના મુજબ પવિત્ર શ્રાવણ માસમાં દારૂ જુગારની બદી અટકાવવા તમામ બીટ જમાદાર અને સર્વેલન્સ સ્ટાફને વોચ રાખવા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવા કામગીરી સોપેલ હોય ત્યારે રેવદ્રા ગામ નવો પ્લોટ વિસ્તાર ઉદયભાઈ રાજેશભાઈ સોલંકી રહેવાસી રેવદ્રા ભારતીય બનાવટનો વિદેશી દારૂ આર્થિક લાભ મેળવવા વેચાણ કરતો હોવાની ખાનગી રાહે માહિતી કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ પી. જી. કોડીયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ શબ્બીરભાઈ યુ. દલ, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, વિનયસિંહ કાળુભાઈ સિસોદિયા, અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમાને મળતાં પંચોને બોલાવી સમજ આપી બાતમીના સ્થળે પહોચતા એક યુવાન હાજર હોય જેની પુછપરછ કરતાં પોતાનું નામ ઉદયભાઈ રાજેશભાઈ સોલંકી જણાવ્યું હતું ત્યારે મકાનમાં ત્રણ સફેદ કલરના બાચકાં પડેલાં નજરે પડતાં તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૩૫ કિંમત રૂપિયા ૧૪૦૦૦/- મળી આવેલ જેની પાસ પરમીટ ન હોય મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ પેથાભાઈ ઘેલાભાઈ કોડીયાતર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!