ઉનાના નવાબંદર ગામે દરીયા કિનારે નવી જેટી બનાવવાની કામગીરી શરૂ છે. ત્યારે આ દરીયા કિનારે જેટી પર ગણેચતુર્થીના દિવસે ગણપતિજી બાપાની સ્થાપના કરવામાં આવી છે. જાેકે આ દરીયા કિનારે જે રિતે નવી જેટીની કામગીરી થઇ રહી છે તેવીજ રીતે ગણપતિ બાપાના પંડાલમાં જેટીનું એક પ્રોજેક્ટ જેવું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. નવાબંદર દરીયા કાંઠે જેટીનો પ્રોજેક્ટ છે તેમાં જે રિતે બનાવવામાં આવી રહ્યું છે તેવી રીતે કાંઠા પરથી દરિયામાં લઈ જવાતા મોટા મોટા બ્લોક ટ્રકમાં ભરીને જતા હોય તેવાં દ્રશ્યો જાેવા મળે છે. જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને અહીં જેટી પર કામ કરતા કર્મચારીઓ ગણપતિ બાપાની સેવા પૂજા અર્ચના આરતી કરે છે. અને અહી ગામનાં અને આજુબાજુ વિસ્તારનાં બહોળી સંખ્યામાં લોકો ગણેજીના દર્શને આવી ધન્યતા અનુભવે છે.