ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો, કૌશિક ભરવાડ, પૂનમ ગઢવી અને કાજલ ડોડીયાએ ઉનાના રાજ ગરબા ગ્રુપની મુલાકાતે આવ્યા હતા. આ તકે રાજ ગરબા ગ્રુપના તમામ ખેલૈયા ભાઈઓ-બહેનોએ લાલ રંગના એકસરખા કપડાં પેહરીને ગીત મુજબ કપડાં મેચિંગ કર્યા હતા. તમામ ખેલૈયાઓના કપડાં મેચિંગ અને એ ગીત ઉપરના ગરબા જાેઈ કલાકારો પણ સાથે જુમી ઉઠ્યા હતા. આ સાથે બંસીધર સ્ટુડિયોના કિશોરભાઈ લાખનોત્રા તેમજ રામશીભાઈ વાળા કલાકારોને સાથે લાવ્યા અને એમની ઉપસ્થિત થકી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. રાજ ગરબા ગ્રુપમાં હર વર્ષે કલાકારો આવે છે અને ખેલૈયા સાથે ગરબે ઘુમે છે. તમામ ખેલૈયાઓ અને કલાકારો ભાઈઓનો રાજ ગરબા ગ્રુપ વતી ખુબ ખુબ આભાર માન્યો હતો.