વિસાવદરની ભલગામ શાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ

0

વિસાવદરના ભલગામ ગામે લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત ભલગામ ખાતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમજ પર્યાવરણ જતન એ વિષય ઉપર નિબંધ લેખન સ્પર્ધામાં કુલ ૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. ભાગના તમામ વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીક ચેરપર્સન રમણીક ગોહેલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ તેમજ પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

error: Content is protected !!