ખંભાળિયા : આંગણવાડીઓના ભુલકાઓએ ગણપતિજીની મૂર્તિ બનાવી : પર્યાવરણ જતનનો આપ્યો સંદેશો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી આંગણવાડીઓ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ ‘પા પા પગલી’ અંતર્ગત પ્ર-સ્કુલ એક્ટિવિટી માટે અપાયેલી રંગીન કલેના ઉપયોગથી નાના બાળકોને ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે પ્રેરવામાં આવ્યાં હતા. પ્રોગ્રામ ઓફીસર ડો. ચંદ્રેશકુમાર ભાંભીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીના બાળકોએ પરંપરાગત રીતે હાથથી ઘાટ આપીને વિવિધ મૂર્તિઓનું સર્જન કર્યું હતું અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આંગણવાડીના બાળકોએ જાતે ગણેશજીની મૂર્તિઓ બનાવીને માટીની મૂર્તિનો ઉપયોગ પ્રેરી પર્યાવરણ જતન કરવાનો સંદેશ આપ્યો હતો.

error: Content is protected !!