દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા અને યજમાનવૃત્તિ કરનારા શ્રી ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિના બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સર્જન પૂજન તેમજ વિસર્જન કરવામાં આવ્યું જેમાં માટી, ગાયનું છાણીયું ખાતર, ગંગાજળ, ગોમતીજળ, ગૌરજ, ચંદનના લાકડા નો ભૂકો વગેરે સામગ્રી દ્વારા પોતાના નાના-નાના હાથ વડે બાળકો અને બાલિકાઓ દ્વારા ૨૧ જેટલી ગણપતિ પ્રતિમાઓનું સર્જન કરવામાં આવ્યું બ્રહ્મપુરી નંબર-૧ ખાતે તેમનો પૂજન કરવામાં આવ્યું અને વૃક્ષો માટેના કુંડાઓમાં પ્રતિમાઓનું વિસર્જન કરી છોડ નીવાવણી કરી પર્યાવરણ બચાવવા માટેનો સુંદર સંદેશો પાઠવવામાં આવ્યો. આ પ્રસંગે બ્રાહ્મણ કારોબારી સમિતિ સદસ્ય નંદ કિશોરભાઈ તેમજ જ્ઞાતિ શિક્ષણ મંત્રી અજીતભાઈ પાઢ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઝાંઝરી ગ્રુપના શ્વેતાબેન અને હિતેનભાઈ ઠાકર દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર સન્નીભાઈ ભાઈ પુરોહિત અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ અને વ્યવસ્થાની જહેમત ઉઠાવવામાં આવી હતી.