ઉના એમ.કે. કોમ્પલેક્ષ જર્જરિત

0

ઉના મધુરમ સ્કૂલની સામે એમ.કે. કોમ્પ્લેક્સ ઋષિતોયા સોસાયટી પાસે અતી જર્જરીત હાલતમાં છે. આ કોમ્પ્લેક્સમાં માલિકી અને ભાડુત રહેવાસી છે. કોમ્પ્લેક્સનો માલિક હજી સુધી કામગીરી કરી નથી. કોમ્પલેક્ષમાં રહેતા લોકોને નોટિસ આપી છે. શું આ કામગીરી ક્યારે થશે તેવા લોકોમાં સવાલ ઉઠયો છે અને આ કોમ્પ્લેક્સ પાયાથી ખૂબ જ જર્જરીત હાલતમાં હોય અને ગમે ત્યારે દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? કોમ્પ્લેક્સનો ભાગને પાયા પણ જર્જરીત છે. તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી લોકોની માંગણી ઉઠી છે. આ કોમ્પ્લેક્સ હાલ ત્રણ માળનું કોમ્પ્લેક્સ અત્યંત જર્જરીત હાલતમાં છે. કોમ્પલેક્ષની નીચે દુકાનો આવેલી છે જેથી આ વિસ્તારમાં ભારે ભીડની અવરજવર રહેતી હોય છે માટે આ કોમ્પ્લેક્સ વહેલાસર કામગીરી થાય લોકોની માંગણી છે. ઉનામાં જૂના કોમ્પલેક્ષની તપાસ કરી તેની સામે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.

error: Content is protected !!