ખારવા સમાજના હોદેદારોએ સાંજે રામદેવજી મંદિરે પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કર્યુ : શોભાયાત્રાનું રસ્તામાં તમામ સમાજાે દ્વારા હારતોરા કરી સ્વાગત કરેલ
વેરાવળમાં ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ હિન્દુ ધર્મના આરાધ્યદેવ શ્રી રામદેવજી મહારાજના ઘ્વજા આરોહણ નિમીતે ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલના વડપણ હેઠળ દ્યનશ્યામ પ્લોટમાં આવેલ કામનાથ મંદિર ખાતે પુજા અર્ચના કરવામાં આવેલ બાદમાં શોભાયાત્રા નીકળેલ જે શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરીને જાલેશ્વર ખાતે પહોંચેલ જયાં રામદેવપીર મંદિરે ઘ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું. વેરાવળમાં ખારવા સમાજના ઇષ્ટદેવ હિન્દુ ધર્મના આરાધ્યદેવ શ્રી રામદેવજી મહારાજના જન્મ જયંતિ પ્રસંગે બપોરે ઘનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલ કામનાથ મંદિર ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ દામજીભાઇ ફોફંડી, અધ્યક્ષ લખમભાઇ ભેંસલા, પૂર્વ પટેલ કીરીટભાઇ ફોફંડી, પાલિકા પૂર્વ પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, લોધી સમાજના પટેલ મોહનભાઇ ભારાવાળા, ચુનીભાઇ ગોહેલ, બાબુભાઇ ગોહેલ, સી ફુડ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ કેતનભાઇ સુયાણી સહીતના આગેવાનોના હસ્તે પૂજા અર્ચના થઈ હતી. બાદમાં તેઓની આગેવાનીમાં નિકળેલ શોભાયાત્રા કૃષ્ણનગરમાં નવા રામ મંદિર થઇ ગર્લ્સ હાઇસ્કૂલ, ગાંધી ચોક, સુભાષ રોડ, સટ્ટા બજાર, ગૌરવ પથ ટાવર ચોક થઇ જાલેશ્વર ખાતે રામદેવજી મંદિરે પહોંચેલ જયાં સમાજના આગેવાનો દ્વારા મંદિરે બાવન ગજની ભવ્ય ઘ્વજા પૂજા-અર્ચના કરી મંદિર ઉપર ચડાવાતા ઘ્વજારોહણનો ઘર્મોત્સવ શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થયેલ હતો. આ શોભાયાત્રાનું સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા પ્રમુખ મહેન્દ્રભાઇ પીઠીયા, માનસીહભાઇ પરમાર, મહામંત્રી દિલીપભાઇ બારડ, શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, અશોકભાઇ ગદા, મુકેશભાઇ ચોલેરા, જયકરભાઇ ચોટાઇ, ધોબી, સીંધી, ભોય, હાડી, મચ્છીયારા, રામાનંદી, ગૌસ્વામી સહિતના સમાજના આગેવાનો દ્વારા ખારવા સમાજના હોદેદારોના હારતોરા કરી સ્વાગત કરેલ હતું.