વેરાવળ માર્કેટીંગ યાર્ડ પાસેથી ખનીજનું ગેરકાયદેસર પરીવહન કરતા પાંચ ટ્રેકટર ઝડપયા

0

કલેકટરની સુચનાથી અધિકારીઓ ૨૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી સંપદા એવા ખનીજાેનું બેફામ રીતે ગેરકાયદેસર પરીવહન થઈ રહ્યું છે જેની સામે જીલ્લા કલેકટરે લાલ આંખ કરી કાર્યવાહી કરવા સૂચના આપતા સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગે આજે સવારે વેરાવળ માર્કેટિંગ યાર્ડ પાસેથી રેતી અને મોરમ ખનીજનું ગેરકાયદેસર પરીવહન કરતાં પાંચ ટ્રેક્ટરોને ઝડપી લઇ આગળ આગળની કાર્યવાહી હાથ ધરતા ખનીજચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. છેલ્લા ઘણા સમયથી વેરાવળ સહિત સમગ્ર જીલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી સાથે ગેરકાયદેસર પરીવહન થતું હોવાની વ્યાપકલોક ચર્ચાઓ ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક સૂચના આપતા નિંદ્રાદિન અવસ્થામાં રહેલા ખાણ ખનીજ વિભાગે કામગીરી કરવાનો શરૂ કર્યુ છે. જે અંતર્ગત આજે સવારે ભૂસ્તર શાસ્ત્રીની ટીમ દ્વારા વેરાવળ માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે ઉપરથી એક રેતી અને ચાર મોરમ ખનીજ ભરેલા ટ્રેક્ટરોને ગેરકાયદેસર રીતે પરીવહન કરવા બદલ ઝડપી લીધા હતા. આ પાંચેય ટ્રેક્ટર અને ખનીજ મળી કુલ રૂા.૨૫ લાખનો મુદ્દા માલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ ખનીજ ક્યાંથી લાવેલ અને ક્યાં જતો હતો તેમજ તેની રોયલ્ટી ભરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!