આવતીકાલે રવિવારે વામન જયંતિ : સોરઠ ધરા ઉપર આવેલું છે ભગવાન વામનરાયનું મંદિર

0

આવતીકાલ રવિવારે ભાદરવા સુદ ૧રના રોજ પવિત્ર વામન જયંતિ છે. ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે સોરઠની આ ધરામાં તેમનું પાવનકારી મંદિર આવેલું છે. જૂનાગઢ પાસે આવેલા તાલુકા મથક વંથલી ખાતે પૌરાણીક વામન ભગવાનનું મંદિર આવેલું છે અને ભગવાન વામને વંથલીમાં જન્મ લીધો હોવાની એક માન્યતા છે તેમ માહિતી જણાવે છે. કથા મુજબ બલીરાજાએ વામન ભગવાનને વચન માંગવા કહ્યું ત્યારે તેમણે ત્રણ ડગલા જમીન માંગી હતી. વામન સ્વરૂપ ભગવાનને ત્રણ ડગલામાં આકાશ, પાતાળ અને પૃથ્વીને સમાવી લીધી હોવાની માન્યતા ખાસ આ દિવસે દર્શનાર્થે જઈ લોકો ધન્ય બને છે.

error: Content is protected !!