ઉપલા દાતાર મહાપર્વ ઉર્ષનો અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ સાથે પ્રારંભ

0

કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાનો મહાપર્વ ઉર્ષનો ગઈ રાત્રીના દાતાર બાપુ જે ધારણ કરતા હતા તે અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિનો કાર્યક્રમ જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં સંપન્ન થયો હતો. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગઈ રાત્રીના ગુફામાંથી બહાર લવાયા હતા અને તેને પૂજ્ય ભીમબાપુ દ્વારા તેની પૂજા અર્ચના ગંગાજળ, દૂધ વગેરે દ્રવ્યોથી તેમને સ્નાન કરાવાયું હતું અને ચંદનનો લેપ લગાડાયો હતો અને ત્યારબાદ એ આભૂષણોને પરત ગુફામાં પધરાવી દેવામાં આવ્યા હતા. આ પ્રસંગે આખી રાત ભાવિકોનો અવિરત પ્રવાહ આભૂષણોના દર્શન કરવા દાતાર પર્વત ઉપર જય ચડ્યો હતો. જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વે મેયર જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનો અને પોલીસ અધિકારી હાજર રહ્યા હતા. આ પ્રસંગે પધારેલા હજારો ભાવિકોએ દાતાર બાપુનો મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો અને દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોના દર્શન કરી અને ધન્ય બન્યા હતા.

error: Content is protected !!