સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઅોની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની છત્રીસમી સાધારણ સભા અને નિવૃત સભાસદોનો સન્માન સમારોહ યોજાયો

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની છત્રીસમી સાધારણ સભા અને નિવૃત સભાસદોનો સન્માન સમારોહ કુલપતિ ડો. કમલસિંહ ડોડિયા અને નાગરિક બેંકના પૂર્વ અધ્યક્ષ નલિનભાઈ વસાની ઉપસ્થિતિમાં યોજાયો.
સંપ, સેવા અને સહકારની ભાવનાથી ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી છત્રીસ વર્ષથી અવિરત કાર્ય કરી રહી છે. આ મંડળીની છત્રીસમી વાર્ષિક સાધારણસભા ગુજરાતી ભવનના સેમીનાર હોલમાં મળી હતી. છત્રીસમી સાધારણ સભાની સાથોસાથ નિવૃત્ત અઘ્યાપકોનો અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડો. કમલસિંહ ડોડિયાના અધ્યક્ષ સ્થાને અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ના પૂર્વ ચેરમેન, માનનીય શ્રી નલિનભાઈ વસાની મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતીમાં યોજાયો. આ કાર્યક્રમમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં નિવૃત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો પૈકીના પ્રો. સમીર વૈદ્ય, પૂર્વ અધ્યક્ષ ગણિત શાસ્ત્ર ભવન, અને પ્રો.હિતેન્દ્ર જોશી અધ્યક્ષ રસાયણ શાસ્ત્ર ભવનનું ગરિમાપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે નવા જોડાયેલા ૧૨ અધ્યાપકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુકત અઘ્યાપકોને આ સહકારી સંસ્થાની કાર્યપ્રણાલીથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
શાબ્દિક સ્વાગત કરતા મંડળીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયાએ જણાવ્યુ હતું કે સંપ, સેવા અને સહકાર ના મંત્રને અમારી સહકારી મંડળી સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરેછે. મુખ્ય મહેમાન શ્રી નલિનભાઈ વસાએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સહકારિતા અને આધ્યાત્મિકતા વિષે પોતાના વિચારો રજુ કરી સૌને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે સહકાર અને આધ્યાત્મિકતા મળતા આવે છે. જેમ આધ્યાત્મિકતા માં લોક સેવા હોય છે એવું જ કાર્ય સહકારી સંસ્થા કરતી હોય છે. શૈક્ષણિક સહકારી મંડળીનું સૂત્ર સંપ, સેવા અને સહકાર ખરેખર આધ્યાત્મિક શબ્દો છે. આ મંડળી વિશેષ પ્રગતિ કરે અને વધુ ને વધુ લોકસેવા કરે એવી મને આશા અને અપેક્ષા છે. સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા કુલપતિશ્રી ડૉ. કમલ સિંહ ડોડીયા એ જણાવ્યું હતું કે “યુનિવર્સિટીમાં કાર્યરત આ સહકારી મંડળીનો લાભ અનેક અધ્યાપકોએ લીધો છે. આ મંડળી પોતાના સૂત્રને સાર્થક કરે છે. અધ્યાપકોને પણ એક પ્રકારની માનસિક શાંતિ છે કે આ સહકારી મંડળી છે તો આપણને ક્યારેય આર્થિક સમસ્યાઓ નહિ થાય. કોરોના સમયમાં પણ અધ્યાપકોને જરૂરી સહાય મંડળી દ્વારા તાત્કાલિક ધોરણે મળી એ આવકારદાયક છે. નલીનભાઇ વસાએ સહકારિતા અને આધ્યામિક્તા વિશે આટલી સરસ વાત કરી હોય ત્યારે મારે વધુ બોલવું યોગ્ય નથી. તેઓના વ્યાખ્યાન થકી આપણે નવું વિચારી શકશું અને સહકાર ક્ષેત્રે નવી દિશામાં કામ કરી શકશું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના વર્તમાન પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ડો.જે.એ. ભાલોડીયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો.યોગેશ જોગસણ, ખજાનચી ડો.રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો પ્રો.સંજય ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા, પ્રો.અતુલ ગોસાઈ, પ્રો.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો.અશ્વિન સોલંકી અને ડો.ભરત ખેર વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી ડૉ. યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ ઉપપ્રમુખ ડૉ. જયંત ભાલોડિયા દ્વારા કરવામાં આવી હતી.
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે કાર્યક્રમને સફળતા ઇચ્છતો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

error: Content is protected !!