જૂનાગઢમાં વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી યુવાનનો અાપઘાત : પરિવારજનોમાં શોકની લાગણી

0


જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી અેક યુવાને અાપઘાત કરી લેતા તેના પરિવારજનોમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. બનાવની જાણ થતા ફાયરની ટીમ તુરત દોડી ગઇ હતી અને ૩ કલાક કરતા વધુ સમયની જહેમત બાદ ૫૦ ફૂટ ઉંડા પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અા અંગે મળતી વિગત મુજબ વિલીંગ્ડન ડેમમાં અેક યુવાને ઝંપલાવી અાપઘાત કર્યો હોવાની જાણ થઇ હતી. જેને પગલે ફાયર વિભાગના ડીઅેફઅો, સ્ટેશન ઈન્ચાર્જ, ડÙાઈવર તેમજ અર્જુન નંદાણીયા, નુરમહંમદ, ફાયરમેન મિલન સોલંકી, મિલન ગાંભુવા, મેહુલ પરમાર, યોગેશન કંસાગરા, અાર્યન ખેર, મનીષ બગીયા, અેરડા યશવંત સહિતનો સ્ટાફ સવારના૧૦ઃ૫૫ વાગ્યે વિલીંગ્ડન ડેમ ખાતે રવાના થઇ હતી અને ડેમે જઇ ફાયરની ટીમે યુવાનની શોધખોળ હાથ ધરી હતી. અાખરે ત્રણેક કલાકની જહેમત બાદ ૫૦ ફૂટ ઉંડા પાણીમાંથી યુવાનનો મૃતદેહ મળી અાવ્યો હતો. અા બનાવ અંગેની જાણ થતા ભવનાથ પોલીસે અાગળની તપાસ હાથ ધરી છે. અા અંગે ભવનાથ પોલીસે જણાવ્યું હતું કે, મૃતકનું નામ જાદવ ભગાભાઇ વાંદા(ઉ.વ. ૨૩) છે. મૃતક શહેરના ગાંધીગ્રામમાં રહેતો હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. મૃતકના કાકા જસ્મીનભાઇ મસરીભાઇ વાંદાઅે ભવનાથ પોલીસેને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, મૃતક સવારે અાઠ વાગ્યા અાસપાસ ઘરેથી નિકળી ગયો હતો અને પોતે પોતાની મેળે કોઇપણ કારણોસર ડેમમાં ઝંપલાવી અાપઘાત કરી લીધો હતો. બપોરે તેની લાશ વિલીંગ્ડન ડેમમાંથી મળી અાવી હતી. દરમિયાન લાશને પીઅેમ માટે હોસ્પિટલે ખસેડી અાગળની તપાસ ભવનાથ હેડકોન્સ્ટેબલ વાસંતીબેન માંકડીયાઅે હાથ ધરી છે.
ત્રણેક કલાકની જહેમત બાદ ૫૦ ફૂટ ઉંડા પાણીમાંથી મૃતદેહ મળ્યો
મૃતક યુવાને ડેમમાં ઝંપલાવતા પહેલા જ બુટ કાઢી નાંખ્યા હતા અને તેમાં પોતાનો મોબાઇલ રાખી દીધો હતો. દરમ્યાન મૃતકના પરિજનોઅે જણાવ્યું હતું કે, મૃતકે ઘરે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, અા મારો છેલ્લો કોલ છે હવે અાપણે નહિ મળીઅે. બાદમાં પરિવારજનો શોધતા હતા. દરમ્યાન સવારે કોઇ વ્યક્તિ વિલીંગ્ડન ડેમે વોકીંગ માટે ગયા હશે ત્યારે રિંગ સંભળાઇ પણ કોઇ દેખાયું નહિ. બાદમાં તપાસ કરતા બુટમાં રીંગ વગડતી હતી. જેથી ફોન ઉપાડતા જ સામેથી કહ્યું કે, કોણ બોલો છો અને કયાંથી બોલો છો ? બાદમાં વિલીંગ્ડન ડેમનું કહેતા મૃતકના પરિજનોઅે ફાયરને ફોન કરતા ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેમજ ચિફ ફાયર અોફિસર દિપક જાનીઅે જણાવ્યું હતું.
આભાર – નિહારીકા રવિયા

error: Content is protected !!