સોમનાથમાં યોજાશે ગુજરાત સરકારની ચિંતન શિબીર

0

નવેમ્બર માસમાં મુખ્યમંત્રી સહિત આખું પ્રધાનમંડળ, જીલ્લા, રાજયના અધિકારીઓ ભાગ લેશે

વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જ્યોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે આગામી નવેમ્બર માસમાં રાજય સરકારની ચિંતન શિબીર યોજાશે. વ્યવસ્થાઓ નિહાળવા આ અંગે ગાંધીનગરથી એક ખાસ ટીમે સોમનાથની મુલાકાત થોડા સમય પહેલા લીધી હતી. સોમનાથ ખાતે થોડા વર્ષો પહેલા પણ આવી શિબીર યોજાઈ હીત. આગામી નવેમ્બર માસમાં યોજાનારી આ ૧૧મી શિબીર હશે. ત્રણ દિવસ યોજાનારી આ શિબીરીમાં રાજયના મુખ્યમંત્રી સહિત સમગ્ર પ્રધાનમંડળ ઉપસ્થિત રહેશે અને નક્કી થયેલા વિવિધ વિષયો ઉપર પ્રગતિની ચર્ચા કરવામાં આવશે. અંદાજે રપ૦થી ૩૦૦ જેટલા વીવીઆઈપી આ ચિંતન શિબીરમાં ભાગ લેશે અને જાહેર સેવા, આરોગ્ય, શહેરી વિકાસ અને પંચાયત વિભાગના વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે. રાજયના સચીવો, એસપી, ડીડીઓ, જીલ્લા કલેકટરો સહિત અધિકારીઓ આમાં ભાગ લેશે અને ૪પ એમ પાંચ ગ્રુપમાં સત્રોમાં જાેડાશે અને આગામી વર્ષનું પ્લાનીંગ તેના નિર્ષકર્ષ ઉપર થશે. સત્તાવાર મંજુરી મળ્યા બાદ ઓક્ટોબર અંતમાં આ અંગેની સત્તાવાર તારીખ અને સમય જાહેર થશે.

error: Content is protected !!