રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જાેષી અને રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ એષાબેન શાહ હોદેદારો સાથે કરશે વાર્તાલાપ અને ચર્ચા વિચારણા
સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિના ગુજરાત રાજ્ય પ્રિન્ટ મીડિયા પ્રમુખ પાર્થભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી તારીખ ૨૯ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લા ખાતે મહત્વની કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં કમિટી દ્વારા મહત્વના ર્નિણયો તેમજ આગળ કરવાના કાર્યોની ચર્ચા કરવામાં આવશે એની સાથે સંગઠન વધુમાં વધુ કંઈ રીતે મજબૂત થાય તેની ચર્ચા પણ થશે. આ બેઠકમાં રાષ્ટ્રીય હોદેદારઓ, ગુજરાત રાજ્યના હોદ્દેદારઓ તેમજ સૌરાષ્ટ્ર અને તમામ જિલ્લાના હોદેદારો પણ ઉપસ્થિત રહેશે.