વેરાવળમાં મહિલાને બદનામ કરવા ઈન્સ્ટાગ્રામમાં વિવાદાસ્પદ પોસ્ટ કરનાર ઝડપાયો

0

આરોપી યુવક મહિલાના ઘર બહાર દાણા નાંખતો હોવાનું CCTVમાં કેદ થયેલ જે અંગે ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની આગવીઢબે પૂછપરછ હાથ ધરી

વેરાવળમાં મહિલાને બદનામ કરવાનું રોચક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપી યુવક તીસરી આંખ સમાન ઝ્રઝ્ર્‌ફમાં કેદ થતાં પોલીસ સકંજામાં આવ્યો છે. આરોપી દ્વારા મહિલાને પજવવા ઘરમાં જુવારના દાણા ઘા કરતો અને ઠપકો આપવા જતા મારામારી કરી મહિલાને વધુ બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ ઉપર વાંધાજનક પોસ્ટ કર્યાનું સામે આવતા પોલીસે આઈ. ટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી છે. આ ચકચારી ઘટના અંગે માહિતી આપતા ડીવાયએસપી વી.આર. ખેંગારે જણાવ્યું હતું કે, વેરાવળની અજમેરી કોલોનીમાં રહેતા નશરીનબેન શેખના ઘરે રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ ઘરની ડેલીના ચોકમાં કોઇ જુવારના દાણા નાંખી ગયેલ હોય જેથી આ બાબતે ઘરના સભ્યોને વાત કરેલ અને તે પછી ઘરની બહાર રાખેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા તેમાં નજીકની દિવાનીયા કોલોનીમાં રહેતો જાવિદ અલીભાઈ મીર્જા હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવેલ હતું. આ ઈસમ ઘરથી થોડે દુર તેની મોટર સાયકલ પાર્ક કરીને પોતાના મોબાઇલ ફોનમાં વીડીયો કોલથી ચાલુ હાલતમાં કોઈ સાથે વાત કરતો કરતો મહિલાના ઘરની ડેલીના દરવાજાની ઉપરની ખુલ્લી જગ્યામાંથી ડેલીના ચોકમાં જુવાર નાંખતો અને વીડીયો કોલમાં કોઈ સાથે વાતચીત કરતો કરતો ઘરેથી જતો રહયાનું જાેવા મળેલ હતુ. જેથી આ બાબતે નસરીનબેન તેની માતા અને ભાભી સાથે આરોપીના ઘરે જઈ ઠપકો આપવા જતાં આરોપીએ ભૂંડી ગાળો આપી માર મારતા વેરાવળ પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ થોડા દિવસો પછી આરોપીએ મહિલાને બદનામ કરવા તેના ઇન્સ્ટાગ્રામ આઈ ડી પર નસરીનબેનના ફોટા સાથે અન્ય પુરુષના ફોટા મૂકી તેમાં વાંધાજનક લખાણ કરી પોસ્ટ કરી હતી. આ બાબતે નસરીન બેન દ્વારા પોલીસને જાણ કરતા સીટી પીઆઈ એચ.આર. ગોસ્વામી અને સર્વેલન્સ સ્ટાફએ આરોપી જાવીદ અલી મિર્ઝાને ત્વરીત ઝડપી લઈ તેના વિરૂદ્ધ આઈ. ટી.એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે. પોલીસને ફરીયાદી નસરીનબેનએ જણાવ્યા મુજબ તેણીના ચારેક વર્ષ પહેલા વેરાવળના યાકુબ મહમદ તાજવાણી સાથે લગ્ન થયેલ હતા. બાદમાં અણબનાવ બનતા પતિ વિરૂધ્ધ ૪૯૮(ક) મુજબની મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ જે કેસ હાલ વેરાવળ કોર્ટમાં ચાલુ હોવાથી રીસામણે છે. આરોપી જાવીદ મિર્ઝા તેણીના પતિ યાકુબ સાથે સંપર્કમાં હોય જેથી આ સમગ્ર કાંડ પાછળ નસરીન બેનના પતિ યાકુબ તાજવાણીની કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!