કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપી આતંકવાદી કહેનાર ભાજપના નેતાઓ સામે ગુનો નોંધો

0

ગીર સોમનાથ કોંગ્રેસ સમિતિએ એસ.પી.ને આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લા સેવા સદન ખાતે બહોળી સંખ્યામાં એકત્ર થઈ જીલ્લા પોલીસ અધિક્ષકને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મુદ્દે આવેદનપત્ર સાથે લેખિત ફરિયાદ આપી હતી. જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ભાજપના નેતા તરવિન્દરસિંહ મારવાહએ તા. ૧૧/૦૯/૨૦૨૪ના ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું હતું કે “રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આને વાલે ટાઈમ મેં તેરા ભી વહી હાલ હોગા જાે તેરી દાદી કા હુઆ” (શ્રીમતી ઈન્દિરા ગાંધીની જેમ હત્યા). ઉપરાંત મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિંદે સેના ધારાસભ્ય સંજય ગાયકવાડએ તા.૧૬-૯-૨૦૨૪ના રોજ જાહેરમાં ૧૧ લાખ રૂા.ના ઈનામની જાહેરાત કરી જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને ૧૧ લાખ ઈનામ આપીશ. આ ઉપરાંત રેલ્વે રાજ્ય મંત્રી રવનીત બિદુએ તા.૧૫-૯-૨૦૨૪ના રોજ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહ્યા હતા. એ જ રીતે, તા.૧૬-૯-૨૦૨૪ ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતના નંબર વન આતંકવાદી છે. આમ ભાજપ અને તેની સહયોગી પાર્ટી ઓના નેતાઓ દ્વારા વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મારી નાખવા ની ધમકી તેમજ આતંકવાદી સાથેસરખાવી અપમાન કરી રહ્યાના આક્ષેપ સાથે આજરોજ ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડની આગેવાનીમાં કાર્યકરો પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને આવેદનપત્ર સાથે ફરિયાદ અરજી આપી રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી ઉશ્કેરણી કરનારાઓ સામે કાયદાકીય રીતે કાર્યવાહી અર્થે હ્લૈંઇ નોંધવા રજુઆત કરી હતી.

error: Content is protected !!