ઊના તાલુકાના નવાબંદર ગામના સમીરભાઈ હનીફભાઈ ચોહાણ, તનવીર હનીફભાઈ આરબ, ફેજાન બચુભાઈ સમા ભાડેલા રે. તમામ નવાબંદર તા. ઊના ઉનાથી મોટર સાયકલ નંબર જીજે-૧૧-જેજે-૫૮૫૬ઉપર નવાબંદર ગામે આવતા હતા ત્યારે દેલવાડા ગામની આગળ દીવ ચોકડી નજીક આરોપી સાગર રમેશભાઈ બાંભણિયા રે. નવા બંદર વાળાએ તેના કબજા વાળું મોટર સાયકલ જીજે-૩૨-એબી-૯૦૧૪ નશો કરી પુર ઝડપે અને બેફિકરાઈ ચલાવી આગળ જતું ટ્રીપલ સવારી વાળા મોટર સાયકલને પાછળથી ભટકાવતા ત્રણે યુવાનો રોડ ઉપર પડી ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઊના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જેમાં મોટર સાયકલ ચાલક સમીર હનીફભાઈ ચોહાણનું મૃત્યું થયું હતું અને તનવીર હનીફને ગંભીર હાલત છે. પોલીસમાં મોટર સાયકલ ચાલક સાગર રમેશભાઈ બાંભણિયા રે. નવા બંદર વાળા સામે અકસ્માત કરી ઇજા પહોંચાડી એકનું મોત નિપજાવી ગુનો નોંધાવ્યો હતો. ઊના પોલીસે આરોપી મોટરસાયકલ ચાલકની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે.