રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ ખાતે પ્રવાસે આવનાર છે, જેમાં કૃષિ મંત્રી આજે તા.૨૧ના રોજ ૩ કલાકે બગડું ખાતે જુદા જુદા પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમ અન્વયે ઉપસ્થિત રહેશે. જેમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલેન્સ અંર્તગત જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાના નિર્માણાધિન તેમજ નિર્મિત ઓરડાનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરશે સાથે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન એન્ડ કોર્પોરેશન લિમિટેડના નવનિર્મિત ૬૬ કે.વી. મોટી પીંડાખાઈ સબસ્ટેશન વિસાવદર અને ૬૬ કે.વી. દેવગઢ સબ સ્ટેશન મેંદરડા તાલુકા ખાતે લોકાર્પણ જિલ્લાના માનનીય પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે યોજાનાર છે. આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાકરબેન દિવરાણીયા ઉપસ્થિત રહેશે. રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ ખાતે પ્રવાસે આવનાર છે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને તથા રાજય કક્ષાના મંત્રી મત્સય ઉધ્યોગ અને પશુપાલન પરષોતમ ભાઈ સોલંકીની ગરીમામય ઉપસ્થિતીમાં તા.રરના રોજ ૯ કલાકે કામધેનું યુનિવર્સીટી, વેટરનરી કોલેજ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ ખાતે ચિંતન શિબિર યોજાનાર છે. આ ચિંતન શિબિરમાં પશુપાલન ખાતું, કામધેનુ યુનિવર્સીટી, જિલ્લા દુધ સંધ અને ફેડરેશન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, મરધા સબંધિત ખાનગી કંપની, અગ્રગણ્ય પ્રાઈવેટ પ્રેકટીશનર તેમજ અન્ય અગ્રગણ્ય સંસ્થાઓ વગેરેને સાંકળી લઈ અંદાજીત ૨૦૦ સહભાગીઓની અપેક્ષીત હાજરી આપશે. આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજય કક્ષાના મંત્રી પરષોતમ ભાઈ સોલંકી, સચિવ સંદિપ કુમાર, ચેરમેન એન.ડી.ડી.બી., મેનેજિંગ ડાયરેક્ટર જી.સી.એમ.એમ.એફ તેમજ પશુપાલન અને ડેરી ક્ષેત્રના અગ્રગણ્ય નિષ્ણાંતો દ્વારા ૧.પશુપાલન વ્યવસાયમાં તકો, પડકારો અને ઉકેલ ૨.પશુચિકિત્સા શિક્ષણ અને સંશોધન, ૩.પશુપાલન વ્યવસાયમાં નવીનતા, રોકાણ અને નિકાસ, ૪.પશુપાલન ક્ષેત્રમાં માનવ સંસાધન વિકાસ અને નીતિ માળખું, નિયમો અને કાયદા ૫.પશુપાલન વિભાગની કામગીરીનું અવલોકન અને ભવિષ્ય માટે આયોજન વગેરે બાબતો ઉપર પશુપાલન અંગે વકત્વ્યો આપી ચિંતન કરવામાં આપવામાં આવશે.